પ્રેમ નું પુનરાવર્તન…..

એની આંખો માં આર્જવતા હતી , ક્યાંક કોઈ ખૂણે દર્દ ની કાલિમા પથરાયેલી હતી , છતાંય સ્મિત છલકાઈ ને એને નિત્યા ની સામે જોયું. એને તો ક્યારનોય અશ્રુ સાગર વહાવી દીધો હોત પણ શું કરે પોતાનાજ વચનો થી બંધાયેલી હતી .
“તારી બસ આવી જશે 10 મિનિટ માં તારે કશુ ખૂટશે તો નહિ ને ?” – નમિત એ એને પૂછ્યું.
” ના ” એકાક્ષરી જવાબ આપી ને નિત્યા એ ફરી મેગઝીન માં માથું ભરાવ્યું. એની આંખો ક્યારનીય કશુક શોધતી હતી કદાચ ક્યારે ન મળ્યો એવા પ્રશ્ન નો જવાબ….

“તું ફરી ક્યારે આવીશ ?” નમિત એ વાત કરવાનો પ્રયત્ન કરી ને જોયો .
“કદાચ ક્યારેય નહિ ”
નિત્યા ની બેરુખી પણ કમાલ ની છે. એમ વિચારી ને એને મૌન થવું એ યોગ્ય લાગ્યું . પણ આ સમય મૌન થવાનો નહોતો કદાચ આ એની આખરી મુલાકાત છે એમ વિચારી ને એને થોડી હિમ્મત કરી ને નિત્યા ની સામે જોયું.
‘ હજીય એવી જ દેખાય છે એ જ અદા, એ જ ખુમારી અને એ જ જીદ્દ . બસ આંખો ની જીવંતતા ની જગ્યા એ એક ખાલીપો છે કદાચ કોઈ ઘાવ ની અસર હજીય ગઈ નથી. ‘
એને નિત્યા ની સામે જોયું ,” નિત્યા ક્યારેય નહિ નો જવાબ હું જાણી શકું ?”
“બધા જ પ્રશ્નો ના જવાબ નથી હોત Mr નમિત એટલે તમે ના પૂછો એ સારું રહેશે .”

“નિત્ય પ્રશ્ન અને જવાબ બંને તને ખબર છે તો જીદ્દ કેમ ?” નમિત ના અવાજ માં વેદના નો સાગર ઉમટ્યો.
“નમિત કદાચ મારી પાસે કોઈ કારણ નથી એમ તને લાગશે પણ મારુ કારણ મને ખબર છે ને હું જઈશ.”
“ઓકે” નમિત ને પોતાના પર આશ્ચર્ય થયું આની બધી વાતો કેમ માંની લઉ છું હું.
નિત્ય એ ઘડિયાળ સામે જોયું એના ચહેરા પર ની રેખાઓ વધારે તંગ બની, એની માસુમિયત ને જાણે નજર લાગી હતી કોઈ ની , એની હાસ્ય ને વેદના એ ક્યારનુંય હરાવી દીધું હતું. હવે માત્ર હતો ડોળ, મજબૂત હોવાનો , એક સબળ સ્ત્રી હોવાનો …. એક સુખી ડિવોર્સી હોવાનો….
એને નમિત ની સામે ફરી જોયું . આને ક્યાં ગૂના ની સજા આપી રહી છું હું એને પ્રશ્ન થયો પણ જવાબ નહોતો એની પાસે કદાચ કોઈ બીજા ને ગળે ઉતરે એવો જવાબ નહોતો.
નમિત ના મન માં કડવાશ ઘોળાઈ રહી હતી. એને પોતાની ભૂલ ક્યાં થઇ એ પણ ના સમજાયું ને એને પોતાનો મૈત્રી નો વાયદો તો પૂરો નિભાવ્યો હતો છતાંય ….. એને નિત્યા ને પહેલી વાર જોયાનું યાદ હતું.
એની સામે ની બેન્ક માં એ મેનેજર ની પોસ્ટ પર આવા હતી. પહેલો જ દિવસ હતો બિચારી નો ને એના પહેલા ના મેનેજરે ના કરતુતે એને હળતાલ કરવા આવેલા લોકો નો સામનો કરવો પડ્યો હતો .
હળતાલ તો નિત્યા એ સાચવી લીધી ને લોકો ને શાંત પણ કરી દીધા અને નમિત એ એને મદદ પણ કરી બાકી ની વાટાઘાટો માં , કઈ સ્વાર્થ નહોતો એનો બસ એક સિંહણ જેવા સ્ત્રી ને એકલી ઝઝૂમતા જોઈ ને મદદ કરવાની તત્પરતા જાગી હતી. એક લડાઈ થી ચાલુ થયેલી મૈત્રી ક્યારે કોફી એ પહોંચી એનું ભાન જ ના રહ્યું. એને નિત્યા ને બહુ નજીક થી જાણી હતી , એ એને ચિડાવતો પણ તું સિંહણ નું વિખૂટું પડેલું બચ્ચું છે.
કદાચ પ્રેમ હતો નમિત ને પણ એને મર્યાદા નડતી હતી એટલે જ તો જયારે એને નિત્યા ને લીગલ નોટિસ વાંચી ને રડતા જોઈ તો એના થી એને ખભે હાથ પણ નહોતો મુકાયો.
કદાચ આઘાત પણ લાગ્યો હશે એને પોતાને !!
નિત્યા પરણેલી હશે એને સ્વપ્ન માં પણ નહોતું વિચાર્યું અને ડાઇવૉર્સે.

એને નિત્યા ને પૂછ્યું નહિ પણ લીગલ નોટિસ પર થી એટલું સમજાયું કે લગ્ન માં 6 મંથ માં જ છુટા પાડવાના હતા Mr & Mrs અનુજ રાયજાદા. અને એ નોટિસ એ બધું જ બદલી નાખ્યું હતું. નિત્યા ના આંસુ તો ક્યારેય દેખાય નહોતા પણ એના ડુસકા નમિત થી છુપાયેલા નહોતા પણ નિત્યા ને એની સામે રડવું મંજુર નહોતું. એને નમિત ની દયા યાચના સ્વીકાર્ય નતી.
ઓળખાણ અને સારા વકીલ ના દમ પર નિત્યા આરામ થી કેસ જીતી ગઈ હતી અને નમિત ના જીવ માં જીવ આવ્યો હતો એ અધીરો બન્યો હતો નિત્યા ના જુના રૂપ ને જોવા….
પણ,
આવી ને જયારે નિત્યા એ બેગ ભરવા માંડી ત્યારે નમિત ને આંચકો લાગ્યો . એને સમજાયું જ નતું ક્યારે એને નિત્યા માટે લાગણીઓ જાગી હતી, એને કદાચ હૃદય સીંચી નાખ્યું હતું નિત્યા ના નામ થી અને નિત્યા…
નમિત ના મન માં આજે ય એ સંવાદ એ કોલાહલ મચાવ્યો હતો , એને શબ્દસહઃ યાદ હતી એ સાંજ ,
બેગ લઇ ને નીકળેલી નિત્યા ને રોકવા માટે નું એનો સંઘર્ષ ,
“નિત્યા તારે જવું કેમ છે ?”
” નમિત મારે જવું છે , કારણ તને બાલિશ લાગશે પણ મારે જવું પડશે ,”
“નિત્યા હું છું અહીંયા માન્યું આપણે દોસ્ત હતા પણ હવે હું પ્રેમ કરું છું તને ”
“મને ખબર છે નમિત ને એટલે જ મારે જવું છે હવે ”
“નીતુ મારી એવા તો કઈ ભૂલ થાય કે તું આમ છોડી ને જવાની વાત કરે છે , મેં તને ક્યારેય કીધું પણ નથી કે હું તને પ્રેમ કરું છું મેં મારો દોસ્તી નો વાયદો નિભાવ્યો છે મેં ક્યારેય કોઈ મર્યાદા નું ઉલ્લંઘન નહોતું કર્યું અને હું કરીશ પ[ણ નહિ હું તને ખોવા નથી માંગતો ”

” મને ખબર છે બધું જ પણ વાંક તારો નથી , તું સમાજ નમિત હું તને પ્રેમ નથી કરતી ને તારી સાથે રહી ને તારી મૈત્રી નો મજાક નથી ઉડાવવી મારે ”
”પણ નિત્યા મેં કશું માંગ્યું જ નથી તારી પાસે , તું સાથે છે એ જ બસ છે , હું તારી મૈત્રી માં ખુશ છું અને આખી જિંદગી તારો મિત્ર બની ને ખુશ રહીશ , તારાથી અદકેરું કશુંય નથી , મારો પ્રેમ પણ નહિ”
“નમિત”
“નિત્યા કારણ કે મને , તું આમ કઈ કીધા વગર ના જય શકે ”
” નમિત ,
મારી પાસે તને આપવા કશુ જ નથી, કદાચ નિસ્વાર્થ દોસ્તી પણ નહિ, મને તારા પ્રેમ પર લગીરેય શંકા નથી ને તારી દોસ્તી આજેય એટલી જ પવિત્ર છે પણ હું તને એક ક્ષણ માટેય ચાહી શકું એવા પરીસ્તીથી માં નથી , કદાચ હું મારા જ દુઃખ માં એટલી ખોવાયેલી છું કે હું તને નજારો ઉઠાવી ને જોવાની તસ્દી નહિ લઇ શકું ”
“નિત્યા,
હું તારી વાત જોઈ શકું છું આખી જિંદગી , તારી મૈત્રી ની,તારા હાસ્ય ની…….તું સમજતી કેમ નથી , તું મારા પર અન્યાય ના કરી શકે ”
” નમિત મારે અન્યાય નથી કરવો એટલે જ તો હું જાઉં છું , મારુ સાથે હોવું તને ખુશી કરતા વધારે દુઃખ આપશે મારીઉદાસી તને ક્યારેય હસવા નહિ દે, મારા જીવન નો અંધકાર તારા જીવન માં ક્યારે પ્રેમ નો સુરજ નહિ ઉગવા દે , મારુ જવું એ જ શ્રેઠ નિર્ણય છે ”
“નીતુ ” નમિત ના શબ્દો થીજી ગયા હતા .
” નમિત હું એકલતા સહી લઈશ , પણ તારી સાથે રહી ને મારે તારી લાગણીઓ નું કહું નથી કરવું , કદાચ હું તને કઈ ના આપી શકું એના ગમ માં જીવી લઇશ પણ તને તારાથી છીનવી ને નહિ સુખી થાઉં….

Image result for girl leaving boy sadતારા પ્રેમ નો ગેરફાયદો ઉઠાવ્યા નું guilt મને ક્યારેય જીવવા નહિ દે ,
I have to go , I’m just darkness, you deserves a sunshine ,
let me Go ”
અને નિત્યા નીકળી ગઈ , નમિત એને અવાજ આપતો હતો ને અચાનક ભાન માં આવયો બસ નીકળી ગઈ હતી . એની બાજુ માં નિત્યા એ મુકેલી એક બુક હતી,
“love at second chance ” અને એક ચબરખી પણ ,
“ટ્રસ્ટ મી નમિત , જિંદગી માં મને ફરી વાર પ્રેમ થશે તો હું તને ચાહીશ , હૃદય ના ઊંડાણ થી ….. પણ એ હિમ્મત કેળવતા કદાચ વર્ષો  નીકળી જાય ….. હું તારા હોઠો પર નું સ્મિત બની ને જીવવા માંગુ છું એ યાદ રાખજે ,જયારે મારા પ્રેમ  નું પુનરાવર્તન  થશે ને ત્યારે એનો પેહલો પાઠ તું હઈશ….
તારી…. ના કદાચ પોતાની પણ નહિ …
નિત્યા ”

Advertisements

One thought on “પ્રેમ નું પુનરાવર્તન…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s