પ્રેમ એટલે તું…..

download-1

પ્રેમ એટલે તું,

ઠંડી હવા ની લહેરખી જાણે તારા મલકાતાં હોઠ…

પ્રેમ એટલે તું ,
હૂંફ ની છલકાતી ભરતી ને દુઃખો ની ઓટ…

પ્રેમ એટલે તું,
સામી સાંજ ની એ રતાશ…

પ્રેમ એટલે તું,
ડૂબતા સૂર્ય સાથે ની બે પળ ની હળવાશ…

પ્રેમ એટલે તું ,
મૃગજળ જેવી તું , ને હું તને શોધતું હરણું…

પ્રેમ એટલે તું ,
ઝંખનાઓની તરસ , તૃષ્ણા ઓનું અમી ઝરણું…

પ્રેમ એટલે તું.
હૃદય નો વિસામો , લાગણીઓની સુનામી …

પ્રેમ એટલે તું ,
સ્મિત કરવાનું બહાનું, મારા ગાલ પરની લાલી…

પ્રેમ એટલે તું ,
તારી આંખો ના અરીસે ,ખુદ ને જોવાની મજા…

પ્રેમ એટલે તું ,
તારામાં મુજને શોધું, ખુદ ને ખોવાની રજા…

પ્રેમ એટલે તું,
મારા સપનાઓનું સરનામું , મારા દિવસો વીતે તારી યાદ માં…

પ્રેમ એટલે તું,
મારી હકીકત નો હિસ્સો , મારી ઓળખાણ તારા નામ માં…

પ્રેમ એટલે તું ,
મારી અધીરી આકાંક્ષાઓની મંજિલ , તારી લાગણીઓનો છાંયો…

પ્રેમ એટલે તું.
મારે નાદાનીઓ ભરેલી ભૂલો , ને તારી સમજદારી નો પડછાયો…

પ્રેમ એટલે તું,
તારી ઈચ્છાઓ , તારી મરજી , ને તારો હું ..

પ્રેમ એટલે તું,
તારું હોવું , તારી પરછાઇ હું…

By Nikita & Pinakin

( A small try to write poetry together )

❤ Thank you ❤

Advertisements

19 thoughts on “પ્રેમ એટલે તું…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s