લવ લેટર…..

” અનુ,
તને વળી એમ થશે મેં તને પત્ર કેમ લખ્યો, અને થવું ય જોઈએ જ એક જ ઘર માં રહેતા હોવા છતાં પત્ર ની કેમ જરૂર ? પણ આજે જરૂર પડી કેમ કે કઈ કેહવું હતું મારે તને.
તને એમ થશે ખોવાઉં તો શું હતું ? કઈ કામનું હોય તો બૂમ પડી લેવી હતી ને આમ લખવા માં તો ટાઈમ વેસ્ટ કરાતો હોય ? પણ મારે બગાડવો છે ને ગાંડી !
તે આપણી નીલુ ને જોઈ કાલ થી કઈ વેલેનટાઈન ડે જેવું બોલ્યા કરે છે. મને થયું લાવ ને જરી એને પૂછું આ છે શું ? તો કે ‘ માય ડીયર પાપા એ જેને તમે પ્રેમ કરતા હોય ને એને સ્પેશ્યલ ફીલ કરાવા નો દિવસ ‘ અને વળી હસી ને કે ‘ પાપા તમે શું કરવાના મમ્મી માટે ?’
એ તો ગઈ પણ મને વિચાર કરતો મૂકી ને ગઈ સગાઇ સાથે ગણિયે તો આપડાને ૩૦ વર્ષ થયા સાથે , ક્યારેય આપડે આવું કઈ સેલિબ્રેટ નથી કર્યું ને ? અરે સેલિબ્રેટ તો છોડ તને સાદું ગુલાબ લઇ દેવાનું પણ ક્યારેય સુજ્યું નહિ. ગજબ ની વાત છે ને ૩૦વર્ષ માં કયારેય આપડાને આ ડે ને જરૂર ના પડી !
મને નીલુ તો એમ પણ કેતીતી ‘ પાપા તમને ખબર છે વેલેન્ટાઈન ના દિવસે બધા એકબીજા ને ગિફ્ટ આપે , પોતે ક્લૅટલું પ્રેમ કરે છે એને એ કહે , સાથે ટાઈમ સ્પેન્ડ કરે ….’ અને બીજું બધું બહુ કેટી હતી , પણ મને કઈ સમજાયું નહિ .

Image result for cute old couple in loveમને થયું લાવ ને તને કઈ ગિફ્ટ દઉં , પણ સમજાયું જ નહિ શું લાવું ? ૩૦ વર્ષ માં ક્યારેય તે તારી પસંદ કઈ જ નથી ને મને જે ગમે એ જ તે ગમાડી લીધું છે બધું . બહુ મેહનત કાર્ય પછી યાદ આવ્યું આપડે લગન ના બીજા વર્ષે મનાલી ગયા હતા , અને ત્યાં એક ભારત ભરેલી શાલ તને ગમી હતી , પણ 800 રૂપિયા ખર્ચાતા તારો જીવ નતો ચાલ્યો. નીલુ ની મદદ થી મેં એવા જ ભરત વાળી શાલ મંગાવી તારા માટે , તારા સાડીઓ ના ખાન માં મૂકી છે , તને ગમશે જ એની મને ખાતરી છે છેલ્લા ૩૦૦ વર્ષ માં તારી પસંદ ના પંસંદ નો સેજ તો ખ્યાલ આવિ ગયો છે.
હાજી ઘણુંય લખવું છે મારે પણ જોગિંગ માટે જવાનો ટાઈમ થાય ગયો છે ને જો હું નહિ જાઉં તો વાળી તું ખીજાશે. અને હા આવતા વેલેન્ટાઈન માટે કૈક બાકી રાખવું પડશે ને…
અને હા મેં કયારેય કીધું નથી પણ તને હું બહુ પ્રેમ કરું છું અને છેલ્લા શ્વાસ સુધી કરીશ…
હેપી વેલેનટાઈન ડે મિસિસ અનુશ્રી અનુજ શાહ
તારો જ .

અનુજ…”

Advertisements

5 thoughts on “લવ લેટર…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s