અધુરી જીન્દગીની મિઠાસ….

હુ નાસમજ નથી ,
પણ મને સમજદાર બનવા ના કોડ નથી…

તારી દુનિયાદારી ની,

વ્યાખ્યા પર ખરા ઊતરવા ની કોઈ હોળ નથી…

તુ નિતિ શાસ્ત્ર ચગળ્યા કર ,

મારે નિયમો નુ કોઇ બંધન નથી…

સભ્ય કહેવાતા સમાજ ની ,

એ ખોટી સભ્યતા ઓ નો કોઇ મોહ નથી..

તુ ભાવનાઓ ના ત્રાજવે શબ્દો તોલે ,

મારે લાગણીઓ સાથે કોઇ વેર નથી…

મનેય માપ કાઢતા આવડે શબ્દો નુ ,

પણ મારે દુભાતા મન નો કહેર નથી…

તકલાદી હાસ્ય મા રંગાઇ જા તુ,

મારે સાચા અશ્રુ ઓ માથી નવરાશ નથી…

તુ સંબંધો ના સમીકરણ બનાવે ,

મારેય સંબંધો ની ગણતરી એ કચાશ નથી…

તુ શોધ્યા કર કમીઓ મારી ,

એકાદી ભુલ થી જીદગી ની પરીક્ષા મા હુ નપાસ નથી…

તુ બનાવ્યા કર જીદગી ને Perfect ,

મારે અધુરી જીદગી જેવી કોઇ મિઠાસ નથી…

❤ મિષ્ટી ❤

Advertisements

6 thoughts on “અધુરી જીન્દગીની મિઠાસ….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s