મુલાકાત 💓


મુલાકાત ,

યાદગાર કહું કે ક્યારેય ના વિસરાય એવી ?

બસ હૃદય ના કોઈ ખૂણે સંઘરવા જેવી…

પહેલી વાર નહોતા મળ્યા,

વાતોય અઢળક હતી ,

તોય મૌન હતા શબ્દો ને ,

આંખો એ વાતો થતી હતી ….

રસ્તા અજાણ્યા નહોતા ,

સંગાથ જાણીતો હતો ,

એ જ ક્ષણ થી એ ગલીઓ ,

એ અહેસાસ માનીતો હતો…

એ મન ભરી ને હસવું ,

થોડું શરમાવું ,

સાથે હોઈ ને પણ ,

દૂર દૂર રહેવું…

અનિમેષ આંખો એ ,

એને નિહાળ્યા કરવું ,

એને ના સમજાય એમ ,

સ્મિત તળે છુપાવ્યા કરવું…

ક્ષણ હાથ માંથી સરી ગઈ ,

રસ્તા ઓ છૂટ્યા ને ,

મંજીલો બદલાઈ ગઈ ,

જિંદગી ની ડાયરી માં ,

એક કવિતા ઉમેરાઈ ગઈ….

Advertisements

2 thoughts on “મુલાકાત 💓

  1. ~pritu_an_explorer~ says:

    અને મારા કિસ્સા મા વધુ મુલાકાતો ઉમેરાઈ ગઈ એને પ્રથમ વાર મળ્યા પછી. ખુબ સુંદર 👌🏻😻

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s