ભાઈ, તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

4609441

બધા ફર્યા કરે લંડન ને અમેરિકા ,
ને હું કરું પીકનીક ઇન્સ્ટિટ્યૂટ ની ,
ને લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

લોકો વાંચે દિવાળી ના કાર્ડ ને,
હું RTP ગોખ્યા કરું ,
તોય લોકો કે , “ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા j છે ને !!”

મારા classmates લગ્નના ફેરા ફરે ને ,
હું હજી એક્ષામ ને ચકરાવે ચઢું ,
ને લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

લોકો વસાવે નાન્હાલાલ ને મેઘાણી ,
હું સ્ટડી મટેરીઅલ ને ઝેરોક્સ કરાવે રાખું ,
ને લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

લોકો ભેગા થાય સામાજિક પ્રસંગો માં ને,
હું સેમિનાર માં દર્શન દીધા કરું ,
તોય લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

કોઈ દે રિવ્યૂ કેપ્ટ્ન અમેરિકા ના ને ,
હું દાની ના લેકચર્સ સપ્લાય કરું,
ને લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

ફ્રેંન્ડ બનાવે પ્લાન , અપલોડ કરે ગ્રુપ ફોટો ને ,
હું ખાલી લાઇક્સ કાર્ય કરું ને ,
ને લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

સગાવહાલા કંપ્લેન કરે તને ઘર દેખાતું જ નથી ,
ને હું ઑડિટ કરવા ગામે ગામ રખડ્યા કરું,
ને તોય લોકો કહે ,”ભાઈ તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

લોકો હારી થાકી ને થાય નિરાશ ,
ને હું result સામે ઝઝૂમ્યા કરું ,
ને હસી ને કહું , હા ભાઈ ” હું સી એ જ થઇશ , મારે જલસા જ હોય ને !!!”

*:) Nikita Dongare :)*

Advertisements

13 thoughts on “ભાઈ, તું સી એ થવાનો , તારે તો જલસા જ છે ને !!”

  1. manishchotaliya says:

    તમે ચીંતા ના કરો. આ બધુ તો થયારાખે. પણ મેનત ના ફળ મીઠા જ આવશે. 👍 અને ખુબસરસ રચના તમારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s