પુર્ણતાનું ગ્રહણ

” have you lost your mind Nayra ? you really want to leave ? જરા વિચાર ને સમાજ શું કહેશે અને તને ખોટ ક્યાં પડી એ તો કહેને ?” -આરવે એ થોડા ઊંચા અવાજ માં કીધું .
” આરવ મને આ ટોપિક પર હવે discussion નથી કરવું , એન્ડ યસ હું કાલે સવાર ની 6 ની ફ્લાઈટ માં નીકળું છું. તું નહીં આવે તો ચાલશે મને ખબર છે તને વહેલા ઉઠાવાની આદત નથી” -નાયરા એ શાંતિ થી જવાબ આપ્યો.
“આદત તો તને મારા વગર જીવવા ની પણ નથી , બરાબર ને ?”
“તારી ભૂલ થાય છે મને તારી નથી તારા હોવાની આદત છે અને આદતો બદલી પણ શકાય ને “-નાયરા એ લાંબી  વાત કરવાનું ટાળ્યું.
“હું સુવા જાઉં છું આરવ, good night ”
“can i hug you once, for the last time may be ?” આરવ ના અવાજ માં આર્જવતા હતી એની આંખો માં આશા હતી કદાચ છેલ્લી વાર પોતાના પ્રેમ ને સ્પર્શી લેવાની , એની હૂંફ ને સામે લેવાની એની ક્ષણ ભર માં જીવી લેવાની . એની નાયરા ની સામે જોયું ,એની આંખો કાંઈક બોલી રહી હતી પણ આરવ એ સમજી ના શક્યો.એની આંખો માં પ્રશ્નો હતા , નાયરા ની આંખો માં જવાબ હતા અને એ સત્ય પચાવવા ની ક્ષમતા આરવ માં હજી  નહોતીઆવી.

નાયરા આગળ વધી એની આરવ ની આંખો માં જોવાનો પ્રયત્ન કર્યો પણ આરવ ની આંખો કાંઈક બીજું જ જોઈ રહી હતી કદાચ આંખો માં આંખો નાખી ને જોવાની ક્ષમતા એમના મતભેદો ના લીધે કટાઈ ગઈ હતી. એણે આરવ ના ગળે હાથ વીંટાળ્યો .હજીય આરવ ની નજર એની સામે નથી પણ ખૂણા માં થોડી ભીનાશ હતી. નાયરા એ હળવેક એના ગાલ પર ચુંબન કર્યું ,અને બેય ની આંખો છલકાઈ ગઈ. નાયરા એ આંખો ની રમત ને વિરામ આપી ને પોતાના રૂમ બાજુ જવાનું ચાલુ કર્યું.છેલ્લી રાત હતી એની આ ઘર માં ……

સવારે ઉઠી ને નાયરા એ જોયું હજીય આરવ ના રૂમ ની લઈટ બંધ હતી અને એની વિચાર્યું પણ નહોતું કે એ આવશે, ફટાફટ તૈયાર થઈ ને એ નીકળી ગઈ એની રૂમ લોક કર્યો અને બાલ્કની લોક કરી ને બહાર નીકળી ગઈ એની અચાનક યાદ આવ્યું અને સાઈડ બેગ માંથી લેટર કાઢી ને હળવે થી આરવ ના સ્ટડી ટેબલ પાસે ગઈ અને એમના કપલ ફોટો નીચે મૂકી દીધો.

અને રસ્તા પર આવિ ને ટેક્ષી લીધી , “એરપોર્ટ ” કહી ને પાછળ ની સીટ પર ગોઠવાઈ ગઈ.
અને વિચારો ની જાણે હારમાળા રચાઈ ,સાચું જ કહેતો હતો ને આરવ ,
પાંચ વર્ષ નો પ્રેમ અને સાત વર્ષ નું લગ્ન જીવન ,કોઈ ની ય નજર ઠરેને એવો સંસાર, સારસ બેલડી કહી ને જ્યારે લોકો નજર ઉતારતા ને ત્યારે હૈયું હરખ ને હિંડોળે ઝૂલતું ,બધું જ હતું એક પરફેક્ટ પતિ . એક પરફેક્ટ પત્ની અને એક પરફેક્ટ લગ્ન જીવન.
“મેમ એરપોર્ટ ” અને એના વિચારો ની તન્દ્રા તૂટી અને જ્યારે એની સીટ પર ગોઠવાઈ ત્યારે એની અહેસાસ થયો 7 વર્ષ માં પહેલી વાર એની બાજુ માં આરવ નહોતો. એની આંખો ના સામે લેટર ના શબ્દો ફરી રહ્યા હતા.

“પ્રિય આરવ,
તારો આભાર ,

સાચે જ ખૂબ ખૂબ આભાર તે મને વધારે વાંધાવચકા કર્યા વગર જવા દીધી, તે ચાહ્યું હોત તો કોર્ટ ના પગથિયાં ને બીજું ઘણુંય થયું હોત પણ તે ના કર્યું સો થૅન્ક યુ સો મચ.

એવું નહોતું કે હું સુખી નહોતી પણ હાં , હું તારી સાથે ખુશ પણ નહોતી, કદાચ આપણું કહેવાતું સુખી લગ્ન જીવન અંદર થી કેટલું ખૉરવાઇ ગયું હતું એની જાણ મને ત્યારે થઈ જયારે મેં ફ્રેન્ડ્સ ઝોન ના નામે તારી બાલિશતા ઓ ને અનુભવી, પરફેક્ટ કપલ ના ખિતાબ ને તું આમ પલકો પર ઉઠાવી લઈશ એવું મને લાગ્યું નહોતું. તું એ પરફેક્ટ હોવાના પાગલ પન માં એટલો ખોવાઈ હ્યો કે મારી નાની નાની ઈચ્છા ઓનું ગળું દબાવવા માંડ્યું. અને શરૂઆત મને વાંધો નહોતો પણ તકલીફ ત્યારે થઈ જ્યારે તે મારી પાસે થી જીવવા ના ધારા ધોરણ બંધાવ્યા.
જે ગીતો ના ગણગણાટ માં તું ખોવાઈ જતો એ ને તે જયારે ફાલતુ શોખ ગણાવ્યો ત્યારે પણ મેં જવા દીધું. પણ જ્યારે તે તારા મિત્રો ની પત્ની આગળ મારો અનાદર ચાલુ કર્યો એ હું કેમ સહી શકું ?એવું ઘણું બધું છે  જે હળવે હળવે બદલાઈ ગયું. તને ક્યારેય એ ના સમજ્યું કે અપૂર્ણતા માં રહેલો પ્રેમ જ પૂર્ણતા ની નિશાની છે. અને મારા પ્રેમ ને અપૂર્ણ ગણાવી ને તે મારા હૃદય પર ઉઝરડા પડી દીધા મારી સાદગી ને લઈ ને ઉઠેલા તારા પ્રશ્નો એ મારા અસ્તિત્વ ને હચમચાવી નાખ્યું , મારા એ મેકઅપ વગર ના ચહેરા પર તારી સાથે પેલો રીસોય અટ્ટાહાસ્ય કરવા મંડ્યો ને હું ય એ insecurities ના બોજ માં ઓઝલ થવા માંડી પણ બસ હવે નહીં હું મારા પ્રેમ  માટે મારા આત્મસન્માન નું બલિદાન ના આપી શકું…

image

તું મારું અસ્તિત્વ ભૂલી ગયો માણસ તરીકે , તારી પત્ની હોવા પહેલા હું નાયરા છું એમ કેમ ભૂલી શકે તું ????

જયારે તને તારી નાયરા ની જરૂર પડે ને ત્યારે હું હોઇ, પણ માફ કરજે હું પત્ની સોરી દેખાવ પૂરતી પત્ની નહીં બની શકું .

~નાયરા”

એના બંધ આંખો ની પાંપણ પર હાસ્ય હતું અને એના હોઠો પર સ્મિત હતું પોતાને જ પાછું મળ્યા નું.

Advertisements

5 thoughts on “પુર્ણતાનું ગ્રહણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s