“દેવ ની દીધેલ દીકરી મારી”

“અરે અનિરુદ્ધ આટલી વાર આવવા માં ?” આરાધ્યા એ બુમો પડવાની ચાલુ કરી.

“sorry ,યાર તને ખબર તો છે મારું કામ નીકળવાં ગયો ને client નો કોલ આવ્યો.” અનિરુદ્ધે આરાધ્યા ને સમજાવા નો પ્રયત્ન કર્યો.

“ના મારે કઈ જ સંભાળવું નથી અનિ,તને મારા ને પરી માટે time જ નથી હોતો.” આરાધ્યા એ રડમશ અવાજે કીધું.

images.png“અરે બાબા, I m sorry na ! સાચું કહું તો હું ઘરે આવવા માટે અધીરો હોઉં છું ,ક્યારે પરી ને રમાડું ક્યારે એની વાતો સાંભળું , પણ ….” અનિરુદ્ધ એ જોયું આરાધ્યા ની સામે ,”એ આરુ તું આમ મોં નાનું કરે કેમ ચાલે , હું આવી ગયો ને ચલ હવે હસ જો અને પરી ને કેવું લાગશે એના પાપા એની મમ ને રડાવે છે”અને અનિ ની વાતો સાંભળી ને આરુ મલકાઈ પડી. અને પરી ને લઇ ને અનિરુદ્ધ પાસે બેસી ને કેવા માંડી,”જોયું પરી તારા પાપા કેવા છે busy busy! એમને તો કામ સિવાય કઈ જ ના દેખાય , તને ખબર છે? તને અમે હોસ્પિટલ થી ઘરે લાવ્યા ને ત્યારે પણ પાપા જોડે time નહોતો” અને એણે અનિ ની સામે મોં મચકોડ્યુ.

“ના પરી ના મમ્મા ને કે પાપા busy હતા પણ એમણે તારા વેલકમ ની તૈયારીઓ કરી એ મમ્મા એ ના જોઈ”અને હમણાં જાણે પરી બોલી ઉઠવાની હોય એમ એ બન્ને એની સામે જોઈ રહ્યા.

અને આરુ ને પરી જોડે રમતાં જોઈ રહ્યો અનિરુદ્ધ,એને આરુ ના અવાજો  સંભળાઇ રહ્યા હતા.આખો દિવસ પરી પરી કર્યા કરતી  આરુ અને એના હુકુમ માથે ઉઠાવતા ઘર ના લોકો. એના છૂટક છૂટક શબ્દો યાદ આવ્યા એને…

“પરી મારી princess , તને ખબર ના હોય પણ તારા પાપા એવા જ છે busy busy !
“મમ્મી જી થોડા ધીરે થી શ્લોકો બોલો ને પરી ને ખલેલ પડે સુવા માં ”
“અરે ટોમી , પાપા જી તમને કેટલી વાર કીધું ટોમી ને ઘર માં ના લાવતા હવે ,મારી પરી ને infection થાય જાય ‘” અને સામે “હા આરુ બેટા” ના જવાબો.

“અરે અનિ ધ્યાન ક્યાં છે તારું ક્યારનો જોતો નથી પરી રડે છે” આરુ એ લગભગ બુમ જ પાડી.”અરે હા આવ્યો “અને અનિરુદ્ધ પારણુું ઝુલાવવા માંડ્યો. ”That’s like a good papa”અને આરુ કઈક ગણગણવા માંડી. અનિરુદ્ધ ને એના અસ્પષ્ટ શબ્દો સંભળાતા હતા.”દેવ ની દીધેલ દીકરી મારી “અનિરુદ્ધ સૂઈ ગયો આવાજ સાંભળતા સાંભળતા.

“પરી પરી”ના અવાજ થી એની આંખો ખુલી અને સામે જોયું તો આરુ હીબકા ભરતી હતી.

એને પૂછ્યું “શું થયું આરુ ?'”

“અનિ પરી ને જોને શું થયું એ આંખો નથી ખોલતી એને ઉઠાવ ને , પરી મમ્મા બોલાવે છે તને મારી ઢીંગલી, આંખો ખોલ ને ,જો મમ્મા બોલાવે તને , અનિ જોને આ કઈ જવાબ નથી દેતી ” આરુ એ અનિ ને હચમચાવી નાખ્યો ” અનિ બોલ ને કઈ ”

“આરુ જો એ સુતી છે હમણાં ઊઠી જશે એને કઈ નથી થયું જો હું doctor ને બોલાવું છું. કઈ નથી થયું આપણી પરી ને તું શાંત થા “અનિ બોલ્યો.

“અનિ તું સાચું કે છે ને મારી ઢીંગલી ઉઠશે ને એને આજે દૂધ પણ નહોતું પીધું એને ઊલટીઓ થતી હતી અનિ જો ને એને તું, પરી બચ્ચા મમ્મા બોલાવે છે ને તને be a good girl , મારી લાડકી ને તું ….”

આરુ ના શબ્દો પુરા થાય એ પહેલા એ ઢળી પડી. અનિરુદ્ધે doctor ને બોલાવ્યા.

“doctor , એ બેભાન થઇ ગઈ છે મેં એના જમવા માં sleeping pills નાખી હતી, તમે જરા caretaker ને કઈ ને રૂમ સાફ કરી દેશો અને હા પરી i mean પેલી ઢીંગલી એને પણ સાફ કરાવી દેજો “અનિ એ doctor  સામે જોઈ ને કહ્યું. જાણે ગોખેલા વાક્યો બોલતો હોય એમ.

“Mr. .અનિરુદ્ધ i can understand but તમારી પત્ની ક્યારે નોર્મલ થશ એ ન કહી શકાય… પોતાના પહેલા બાળક ને ખોવાનો આઘાત ,એમની મનસ્થિતિ ને ધ્યાન માં રાખી ને એમને કોઈ… ”

doctor એમની વાત પૂરી કરે એ પહેલા અનિરુદ્ધ બોલ્યો ” મને ખબર છે doctor tame શું કહેવા માંગો છો પણ મને આરુ અહીં રહે એ વધારે ગમશે અને મેં મારી office અને business બંને ફિલહાલ તો બંધ કરી દીધા છે હું આરુ સાથે રહીશ એનું ધ્યાન રાખવા”

“ઓકે અનિરુદ્ધ તને જે યોગ્ય લાગે એ ” અને એની પીઠ પર હાથ મૂકી ને doctor ચાલવા માંડ્યા.

અને આરુ નો રૂમ માંથી આવાજ આવ્યો ” અનિ જો ને પરી રડે છે ”

આંખો ના ખૂણે આવેલી ભીનાશ ને હાસ્ય માં ફેરવતો અનિરુદ્ધ રૂમ માં ગયો,”અરે એમ કેમ રડે એના પાપા છે ને પાપા પરી ને લોરી સંભળાવશે “દેવ ની દીધેલ દીકરી મારી …..”

Advertisements

2 thoughts on ““દેવ ની દીધેલ દીકરી મારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s