“તુમ્હે પ્યાર કબ તક ના કરેંગે ભલા”

“તમારું નામ બોલો ?” એક પછી એક બધા ના નામ નોંધી રહી હતી આરતી. આજે મોડું થઇ ગયું હતું એમાં પણ સામે વાળું માણસ નામ નહોતું બોલતું.

“અરે તમારું નામ બોલો ” આરતી એ ફરી થોડા મોટા અવાજે કીધુ.

“અનિકેત ”

“અનિકેત ?” આરતી ફરી બોલી.

“અનિકેત શર્મા”

આરતી એ અવાજ સામે જોયું. એક ૫.૯ ફૂટ નો માધ્યમ બાંધા નો કંઈકઅંશે ગોરો કઈ શકાય એવો માણસ ઊભોહતો. આરતી એ ધારીને જોયું. હા એ અનિકેત શર્મા જ હતો એનો “અની”..

એને પૂછ્યું ” અની , i mean અનિકેત તમે અહિયાં ?વૃધ્ધાશ્રમ માં ?”

” હમમ હા હવે અહીં જ હોઈશ કદાચ હમેશાં ને માટે ” અનિકેત બોલ્યો હજીયે એવો જ હતો ધીરગંભીર પ્રકૃતિ નો. એને આરતી સામે જોયું અને એક formality વાળું હસી ને ચાલ્યો ગયો.

આરતી એને જતા જોઈ રહી એને યાદ આવ્યું આજ થી પુરા ૩૦ વર્ષ પહેલા પણ એ આમ જ ચાલ્યો ગયો હતો ત્યારે પોતાનું જીવન , પોતાની carrier બનવાની ઘેલછા હતી આજે શું હતું રામ જાણે!

આરતી એ બીજા આવનારઓનીનોંધ કરવા માંડી…

નામ , સંતાનો ના નામ, એમનું profession ને બીજું ઘણું.. બધાના કારણો અલગ હતા પણ ગંતવ્ય તો એક જ હતું “વૃધ્ધાશ્રમ” એક બાજી નો વલોપાત જોઇને એનું હૈયું ભરાઈ આવ્યું..

“શું કામ આટલી અપેક્ષા રાખતા હશે સંતાનો થી ” એને અવાજ સંભળાયો અનિકેત હતો એ .આરતી એ જોયું એની સામે ” માણસ ને જ અપેક્ષા ઓ હોય છે અનિકેત અને અપેક્ષા ભંગકરવાનો અધિકાર પણ”

આરતી એ અનિકેત ના જવાબ ની રાહ જોવા કરત પેલા વૃદ્ધા ને સંભાળવું મુનાસબ માન્યુને એમને સમજાવી ને અનાદર લઇ ગઈ.

“આજેય એવી જ જીદ્દી છે ” એના હોઠો પર મંદ હાસ્ય હતું.

આરતી પોતાના રૂમ પર ગઈ એને થોડી બેચેની જેવું લાગ્યું અનિકેત આટલા વર્ષે આવી રીતે મળશે એ ને ક્યારેય સ્વપ્નામાં નહોતું વિચાર્યું. એને પોતાનું કબાટ ખોલ્યું એમાં રોમિયો જુલિયેટ ની બૂક હતી લોકર માં ..એને એ બૂક ને હાથ માં લીધી જાણે પંપાળતી હોય. એમાં થી ફોટો સરી પડ્યો એનો અને અનિકેત નો ..હાથ માં હાથ નાખી ને લીધેલો હતો એ ફોટો. આરતી ને એ ટ્રિપ યાદ આવી ગઈ..college ના રોમિયો જુલિયેટ કહેવાતા એ લોકો…”made for each other types ‘”

એને હજીય યાદ હતું આજ થી ૩૦ વર્ષ પહેલા પ્રેમ કરવો એ બહાદુરી નું કામ હતું અને આરતી – અનિકેત એ college માં famous હતા એમની બહાદુરી માટે. એનેcollege નો છેલ્લો દિવસ યાદ આવ્યો result હતું BSc નું આરતી એ વિચારી રાખ્યું હતું કે એ શિક્ષક બનશે Bed માટે બાપુજી ની પરવાનગી હતી બસ સાથ જોઈ તો હતો એ અનિકેત નો.. result આવી ગયું હતું એનો college માં બીજો number હતો ને હમેશ મુજબ અનિકેત નો પહેલો.. જીવન નો સૌથી ભાગ્યવાન દિવસ જ એની જિંદગી નો ગોઝારો દિવસ બની ગયો હતો..

એટલા માં દરવાજે ટકોરા પડ્યા ” આરતી બેન જમવું નથી આજે તમારે ?'”

આરતી ની તંદ્રા માં ભંગ પડ્યો એને કીધુ ” હા કુસુમ બહેન આવી હું ”

અને લોકર માં બૂક મુકીને એને ભોજનાલય તરફ ચાલવા માંડ્યું..

અનિકેત હાથ માં પ્લેટ પકડી ને ઊભો હતો ક્યારેય canteen માં લાઇન માં ઊભા ના રેહનારો અનિકેત ને આ રીતે જોવું થોડું ત્રાસદાયક લાગ્યું આરતી ને પણ એને પોતાની પ્લેટ લઈને ચાલવા માંડ્યું. જતા એની નજર પડી અનિકેત પર તદ્દન નિર્લેપ ભાવે એ ઊભોહતો. ચહેરા પર કોઈ ભાવ નહોતા.. પણ ઊંડે ઊંડે કોઈ વાત ની ગ્લાનિ હતી..

કુસુમ એ પૂછ્યું પણ ખરું ” આરતી બેન કઈ થયું છે ?”

આરતી એ હસી ને વાતો ની ગાડી બીજા પાટે ચડાવી દીધી પણ હજીય એનું મન ત્યાંજઅટક્યુ હતું. સાંજ થવા આવી એને બધાને દવાઓ આપવાનું પોતાનું કામ શરુ  કરી દીધું હતું એને ચેક કર્યું અનિકેત ને અસ્થમા હતો એને અનિકેત ના હાથ માં દવાઓ મૂકી અને instruction પણ આપી “અઠવાડિયે એકવાર doctor આવે છે આ વખતે તમે પણ checkup કરાવી લેજો” અને એને જોયું અનિકેત ના ભાવ હજી એ એજ હતા નિર્લેપ અને એ આંખો ની ગ્લાનિ..

એ દિવસે સવાર થી જ હલચલ હતી. આરતી નો જન્મદિવસ હતો અને એને આશ્રમમાં 25 વર્ષ પુરા થતા હતા સમારંભ માં કોઈ કમી ના રહેવી જોઈએ નું ગાણું ગાતા હતા બધા. અનિકેત શાંતિથી બધું જોતો હતો એને આરતી સામે જોયું આજેય એવીજ દેખાતી હતી કદાચ સમય સાથે એના સોંદર્ય માં અનુભવ રેડાયોહતો. અનિકેત ધ્યાન થી જોયું એની લટો માં થોડી સફેદી ઉમેરાય હતી આખો માં કાજળ નાખવાની આદત ગઈ નહોતી અને પેલું એનું સ્મિત જેની પર એની જિંદગી આવી ને અટકતી હતી.

અનિકેત ને યાદ આવ્યો એ result નો દિવસ છેલ્લી વાર મળ્યા હતા એ

અનિકેત ૩૦ વર્ષ પહેલાની સાંજ સામે આવી ને ઊભો હતો..

“અનિકેત તું આમ છોડી ને ના જી શકે મને”

“આરતી સમજ, હું આજે જઈશ તો આપણુંજ ભવિષ્ય સુધરશે ને ”

“પણ પુરા ૨ વર્ષ હું કેમનીજીવીશ તારા વગર અને બાપુજી એમને શું કહું હું લગ્ન માટે નું દબાણ , તારા વગર કેમનું બધુ થશે ?’

“આરતી મને આટલી મોટી university માં scholarship મળી છે બસ બે જ વર્ષ અને પછી આપણે હમેશાં ને માટે સાથે જ હઈશુ’

આરતી ના હીબકા અને અનિકેત ની સમજાવટ …

આજુબાજુ થયેલા શોરબકોર થી અનિકેત ની તંદ્રા ભંગ થાય વિચારો ની વહેતી ધારા બંધ થઇ.

આરતી stage પર બેઠી હતી અને બધા એણે આપેલી સેવાઓ માટે કંઈકકહેતા હતા..

સમારંભ પત્યા પછી અનિકેત એક બાજુ ઊભો હતો અને એણે આરતી ને પોતાની તરફ આવતા જોઈ આરતીએ એણે પૂછ્યું” તું મને વિશ નહિ કરે? ”

“તને જન્મદિવસ ની વધામણીઓ આરતી”

અનિકેત ની આંખો માં કોઈ ભાવ હતો આરતી નક્કી ના કરી શકી એ શું હતું.

ત્યાં stage પર ગાયિકા ગાતી હતી ” જિંદગી દો પલ કી તુમ્હે પ્યાર કબ તક કરેંગે ભલા”

આરતી એ અનિકેત ની સામે જોયું અને પૂછ્યું “તને કોઈ મુશ્કેલી તો નથી ને અહિયાં ?’

“ના ”

અને એમની વચ્ચે મૌન છવાઈ ગયું આખરે અનિકેત બોલ્યો

“તને મારી કાળજી છે એ જોઇને સારું લાગ્યું”

અનિકેત ના શબ્દો સાંભળીને આરતી એ એની સામે જોયું.

“અનિકેત , હું મજબૂર હતી”

“ઓહહ તે એક વાર પણ ના વિચાર્યું હું પાછો આવીશ ત્યારે મારું શું થશે ???’

“અનિકેત લગ્ન એ મારી મરજી નહોતી અને મેં તને કેટલું સમજાવ્યું હતું પણ ”

“પણ તે લગ્ન કરી લીધા , right ??’

” મેં લગ્ન કર્યા એ તને ખબર છે પણ લગ્ન ના મંડપ થી પછી વળેલી જાન વિશે તને ખબર નહિ હોય ને ?”

“what ???’

“યેસ્સ, અનિકેત એમને દહેજ ની માંગણી કરી અને બાપુ એ પુરી ના કરી શકયા”

અનિકેત આગળ સાંભળી શકે એ સ્થિતિ માં નહોતો..

એણે આરતી સામે હાથ જોડ્યા “મને માફ કરી દે આરતી ,હું તને સમજી ના શક્યો”

“વાક સમય નો હતો અનિ ,આપણે  તો સમય ના મહોરા હતા ફક્ત ”

આંસુઓ ને ખાળી ને અનિકેત બોલ્યો

“આરતી તારી ગઈકાલ ને હું પાછી ન લાવી શકું પણ તારી  આવતી કાલ ને તો હું ખુશનુમા બનાવી શકું ને”

મને ખબર છે આરતી હું તારો ભૂતકાળ પાછો લાવવાની ક્ષમતા નથી રાખતો પણ હા તારા ભવિષ્ય ને સારું બનવાની ક્ષમતા અને ઈચ્છા બંને રાખું છું. મને ખોટો ના સમજીશ પણ મેં ક્યારેય તારા સિવાય કોઈ ને પ્રેમ કર્યો નથી અને એક કંપની ના માલિક ને આશ્રમ માં કોઈ ના પ્રત્યે ની લાગણીઓ જ ખેંચી લાવે મેં તને શોધવા ના પ્રયત્નો કાર્ય પણ તારા લગ્ન ના સમાચાર સાંભળીને મેં ગામ છોડી દીધું … અને તે દિવસ આશ્રમ માં તને જોઇને હું અહીં આવ્યો મારું આ જીવન માં તારા સિવાય કોઈ નથી’

imagesઅનિકેત એ આરતી ની સામે જોયું એની આંખો માં પાણી હતું . અંતે હતી એટલી હિંમત ભેગી કરીને એ બોલી “અનિકેત તું ફરી મારો અની ના બની શકે ?”

અનિકેત એના શબ્દો ની સાદગી થી અંજાઈ ગયો હતો એને કીધુ ” હા , જો તું બાકી ની જિંદગી સાથે જીવવાની સોગાદ આપતી હય તો હું પણ તારો અની તને પાછો આપી શકીશ ‘”

બાકી ના શબ્દો એમની આંખો ના અશ્રુ અને હોઠો પર ના સ્મિત માં ઓગળી ગયા હતા .. ક્યાંક દુર ખૂણેવાગતું હતું

”jindgi do pal ki tumhe pyar kab tak na karenge bhala “

Advertisements

4 thoughts on ““તુમ્હે પ્યાર કબ તક ના કરેંગે ભલા”

 1. extinct0703 says:

  લિન્કસ્ બરાબર નથી બેસતા તો પણ અંત સુધી અધુરુ મુકવાની ઈચ્છા નથી થતી. બહુ સરસ.

  ં ની માત્રા પર ખાસ ધ્યાન આપો.

  Like

 2. jax musani says:

  હું આવી બાબતોમાં શબ્દોને ગૌણ ગણી ભાવનાને પ્રાથમીક્તા આપુ છું. એક્દમ સરળ અને મસ્ત આલેખન મુક ભાવનાઓનું..

  ટુંકમાં અત્તીસુંદર

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s