ડીવોર્સ:-

images

(Obviously એક 21 વર્ષ ની છોકરી આ subjectપર કઈ લખે એ થોડું પચે એવું નથી પણ as we are in 21 century મને આ વિષય પર લખવું ગમશે The reaction is like “is this your age to think on this better concentrate on study” )

જ્યારે બે વ્યક્તિ ને ના બને કે મનમેળ ખુટી જાય ત્યારે લેવાયેલું એક DECISION …જેના થી એક સ્ત્રી આપોઆપ બિચારી ની કેટેગરી મા અને પુરુષ સંશય ભરી સ્થિતી મા આવી જાય. અને સામાજિક રીતે એમનો પરિવાર “Breaking news “મા..

imagesભલે આપણે  Modern society નો ભાગ હોઇએ પણ હજીય આપણે ત્યાં છૂટાછેડા ને આવકારવા મા નથી આવતા.. આપણે જનરલી western culture નુ બધુ adapt કરી લેતા હોઇએ છીએ પણ જ્યારે relations  પર આવે ત્યાર એ ગળે નથી ઉતરતું.Most of the time “એ તો ઘર છે બે વાસણ ખખડે કરીને ” સામાજિક ધોરણે સમાધાન કરવા મા આવતું હોય છે

Generally બધાય માની લેતા હોય છે કેમ કે ત્યાં બધી જ નીતી ઓ અને “સમાજ શું કહેશે”એવુ મોટું મિસાઈલ જેવું હથિયાર અને ” તારા નાના ભાઈ બહેન થી માંડી ને સંતાનો” સુધી ના બોમ્બ પણ ખરા..(પણ એ જ વસ્તુ એ આવનારી પેઢી ને marriage “ બાબતે શું સમજણ આપશે એ નથી વિચારતાં )

આ બધા મા જેમને છુટા પડવું હોય એની તો વાત જ દુર રહી, એમની મન સ્થિતી ,સંજોગો કે એમની તકલીફો તો નજર અંદાજ જ થતી હોય છે..એ રોજ રોજ ની ઝીણી ઝીણી arguments, સંબંધો ના હસ્તક્ષેપ , વાતે વાતે થતી તુ તારી અને ક્યારેક ઉપાડી જતો હાથ. બધું સાઈડ મા હોય છે..

સમાજ સામે લડી ને પોતાના સાથે ય લડી ને જ્યારે એક નિર્ણય લીધો હોય ત્યારે ભાંગી ને ચુર થઈ ગયેલી જીંદગી ને ફરીથી ઘરેડ મા ગોઠવાવા જઝુમવું કે સામાજિક સમાધાન ને માની ને એ સંબંધ મા જઝુમવું એ બહુ મોટો સવાલ બની જાય છે.download

ફરી થી સંબંધો ને સ્વીકારી ને નવ પલ્લવીત કરવા એમાંય કદાચ વર્ષો નીકળી જાય અને તોય એ લાગણીઓના ઘસરકા રહી જ ગયેલા હોય છે ને..જેનામાં હિમ્મત જ ના હોય લડવાની એ એમાં જ મુરઝાઈ જાય ને સમય ની પહેલા કદાચ  માનસિક રીતે જ પરવારી જાય.. બદલતાં સમય સાથે આ concept પણ develop થવો જોઈએ કદાચ એનાથી સંબંધો ના જાળમાં ગુંચવાઈ ગયેલા લોકો ને ગુંગળામણ માથી મુક્તિ મળે. અને એમના સંતાનો ને મા-બાપ ના વીખરાયેલી જિંદગીનો ભોગ બનવા થી…

(P. S.  ઘણાને આ વસ્તુ માન્ય નહી થાય પણ પરિવર્તન એ સંસાર નો નિયમ હોય તો આપણે આ વસ્તુ પણ બદલી શકીએ ને !!!)

Advertisements

9 thoughts on “ડીવોર્સ:-

  1. jaxjkm7 says:

    આપણા સભ્ય સમાજ ને જરૂર છે આ હકીકત જાણવાની. લગ્નનું બંધન માણસને જિંદગીભર કોઈનો સાથ મળી રહે એ માટે હોય છે. પણ એ જ સાથ કોઈનો જ્યારે ગૂંગળામણ બની રહે છે ત્યારે એ બંધનમાંથી સમયસર મુક્ત થવું પણ એટલું જ જરૂરી છે.

    નિકકુ તે જે મુદ્દાઓ અહીં પ્રકાશમાં લાવ્યા એ ખરેખર દાદ માંગી લેતા મુદ્દાઓ છે. કેમ કે લગ્ન એ સમાજમાં તમારું સ્ટેટ્સ જાળવવા કે દેખાડો કરવા માટેનું સાધન નથી પણ જિંદગીની રાહ પર કોઈ હમસફર મળી રહે એ માટેનું એક બંધન છે. સમયસર વ્યથિત વ્યક્તિને જો આ બંધનથી આઝાદી ન મળે તો એની જિંદગી નર્કસમી બની રહે છે ને એ કરતા પણ એના સંતાનોનું ભવિષ્ય પ્રેમવિહીન બની રહે છે.

    તારી આ વિચારસરણી ને મારી સલામ છે દોસ્ત.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s